તમિલનાડુમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સમગ્ર દેશે એક જાબાંઝ વીરને ગુમાવ્યા છે. જનરલ બિપીન રાવતનાં અચાનક નિધનથી
આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણિય ક્ષતિ ઊભી થઇ છે.
આર્મીમાં ઉંચાઇ પર જંગ લડવા માટે જાણીતા જનરલ બિપીન રાવત કાઉન્ટર ઇમરજન્સી ઓપરેશનમાં માહિર હતા.
એમનાં નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016ના પાકિસ્તાનમાં વસેલા આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માટે થયેલી સર્જીકલ સ્ટ્રાઇકને એમણે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી અંજામ આપ્યો હતો.
બિપીન રાવત, એમનાં પત્ની અને સશસ્ત્ર દળનાં અન્ય કર્મીઓનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
મારી સંવેદનાઓ સૌનાં પરિવાર સાથે છે.