- દીપિકા પાદુકોણ કરણ જોહરની પાર્ટીના વાઇરલ વિડિયોમાં પણ નશામાં નજર આવી હતી
- સુશાંતની મેનેજર જયા સાહાની પણ NCBએ સોમવારે આશરે 4 કલાક પૂછપરછ કરી છે
- સુશાંત કેસની તપાસમાં હવે અનેક ફિલ્મી હસ્તીઓનું ડ્રગ્સ કનેક્શન એક પછી એક સામે આવી રહ્યું છે. સોમવારે સાંજે વધુ એક મોટી હસ્તી, એટલે કે દીપિકા પાદુકોણનું નામ આવ્યું છે. બે ટીવી ચેનલ (આજતક અને રિપબ્લિક)એ આ બાબતમાં ત્રણ વર્ષ જૂની ચેટને ટાંકી દીપિકા પાદુકોણનું ડ્રગ્સ કનેક્શન હોવાનો દાવો કર્યો છે. NCBએ આ સંદર્ભમાં દીપિકાનાં મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવા માટે સમન પાઠવ્યું છે, કારણ કે દીપિકાએ કરિશ્મા મારફત જ હશીશ ડ્રગ્સ મગાવ્યું હતું. દીપિકા ચેટમાં હૈશ (હશીશ) ડ્રગ મગાવે છે, જ્યારે સામે કરિશ્મા કહે છે કે હૈશ નહીં વીડ છે.
- નિવેદન આપી શકે છે દીપિકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં નામ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ તેની લીગલ ટીમ સાથે સલાહ લઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે તેની તરફથી નિવેદન આવી શકે છે. બીજી બાજુ, NCB ટીમ મંગળવારે દીપિકાનાં મેનેજર કરિશ્મા પ્રકાશ, ટેલન્ટ મેનેજર જયા સાહાની ફરી વખત અને શ્રુતિ મોદીની પૂછપરછ કરી શકે છે.જયા સાહાને માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે
જ્યાં સુધી તપાસમાં સુશાંતની ટેલન્ટ મેનેજર રહેલી જયા સાહાની ભૂમિકા માસ્ટરમાઈન્ડ તરીકે સામે આવી રહી છે. સોમવારે બપોરે શ્રદ્ધા કપૂરનું નામ પણ પહેલી વખત સામે આવ્યું હતું, જ્યારે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ પર છેલ્લા કેટલાક દિવસોથી શંકા ઘેરી બની રહી છે. શ્રદ્ધા કપૂરની ભૂમિકાવાળી વોટ્સએપ ચેટમાં પણ સીધી રીતે જયાની ભૂમિકા આવી રહી છે. જયા સાહાની કંપની ક્વાન 45 બોલિવુડ એક્ટર્સ અને એક્ટ્રેસીસ માટે ટેલન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. - દીપિકા તેના મેનેજર મારફત ડ્રગ મગાવ્યું હતું
અહેવાલોને ટાંકી કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ કનેક્શનની તપાસ કરી રહેલી NCBની ટીમ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ અને દીપિકા વચ્ચે એક લાંબી ચેટ ચી-સ્ટોર કરવામાં સફળતા મળી છે. એમાં દીપિકા કરિશ્મા પાસે ડ્રગ્સની માગ કરી રહી છે. એમાં અમિત તથા શૈલ નામની બે વ્યક્તિ પણ છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે અમિત અને શૈલ કોણ છે.