હાલમાં જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે. આ જાણકારી તેમનાં દીકરાએ વીડિયો મેસેજ દ્વારા આપી છે.
મુંબઇ : બોલિવૂડ સહિત તમિલ, તેલુગૂ અને અન્ય ભાષાઓનાં સદાબહાર સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ (SP BalaSubramaniam) ગત એક મહિનાથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ છે. તેમનાં ફેન્સ સતત તેમનાં સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. SP બાલાસુબ્રમણ્યમ હાલમાં ચેન્નઇનાં એજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમનો ઇલાજ ચાલુ છે. હાલમાં જ તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હાલમાં પણ તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.
બાલાસુબ્રમણ્યમનાં દીકરા એસપી ચરણે તેમનાં પિતાની હેલ્થ અપડેટ જારી કરી છે જેમાં દીકરાએ પિતાની વર્તમાન હાલત અંગે માહિતી આપી છે. બાલાસુબ્રમણ્યમનાં દીકરાએ જણાવ્યું છએ કે, હવે તેમની સ્થિતિ પહેલાં કરતાં સારી છે. તેઓએ ખાવાનું શરૂ કરી દીધુ છે. અને ફીઝિયોથેરપીની પ્રેક્ટિસ પણ કરી રહ્યાં છે. એસપી ચરણે એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેઓ પિતાનાં હેલ્થ અંગે તેમનાં ફેન્સને જણાવે છે.
એસપી ચરચણ કહે છે કે, ‘અપ્પાનું સ્વાસ્થ્ય હવે સ્થિર છે. તેઓ હાલમાં પણ વેન્ટિલેટર પર છે. તેમનો તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેઓ હવે સંપૂર્ણ ઠીક છે મને આશા છેકે, તેમને જલદી જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. તેમનાં અન્ય તમામ પેરામિટર્સ સામાન્ય છે. કોઇ જ